Saturday, April 21, 2012

જૂની પેઢી v/s નવી પેઢી- ફાસ્ટફૂડ પાર્લર v/s મંદિર

આપને ત્યાં વર્ષોથી જૂની પેઢી નવી પેઢીની ફરિયાદ કરતા હોય છે, આજકાલની પ્રજા એટલે બસ બહારનું જંકફૂડ ખાવું ગમે, ફરવું ગમે. કેહતા હોય આપને તો નાના હતા ત્યારથી જ ભગવાનની સેવા કરી, તેમાં માની, વગેરે.. પરંતુ આ લોકોને તો મંદિરે જવાની જાણે બાધા હોય તેમ જાય જ નહિ અને તેમની સામે દલીલ કરવી એટલે આખા દિવસની મગજમારી. સવારની શરૂઆત ભગવાનની ટ્ન્કોરીને બદલે મોબાઈલની રીંગટોન થી થાય અને બ્રેકફાસ્ટમાં પણ બ્રેડ બટરને એ જ બધું ભાવે. જયારે નવી પેઢી કેહતી હોય છે આપના વડીલો તો બસ ભગવાન ભગવાન જ કરતા રેહતા હોય છે. સવારે પોતે ચા નહિ પીવે પણ ભગવાનને પ્રસાદ ચડાવશે, સવારમાં જ અનેક મીઠાઈનો ભોગ ધરશે અને પછી આખો દિવસ નાસ્તા ને ભોજનમાં પ્રસાદ આરોગતા રેહશે, તે કેટલો ઘી વાળો હોય છે, હાથ પણ ઘી-ઘી જ લાગે રાખે. 

આમ, આવા અનેક સંવાદો માં-બાપ અને સંતાનો વચ્ચે થતા રેહતા હોય છે.આવો જ એક સંવાદ.. 

માં: બેટા, ૨ મહિના પહેલા જ પીઝા પાર્લરમાં ગઈ હતી, વારે વારે તે બધું ન ખવાય, તેમાં ચીઝ, મેંદો હોય છે જે ચરબી વધારે છે, અને સાથે તમને કોલ્ડ્રીકસ તો જોય જ. તે હેલ્થી નથી.

દીકરી: માં તમે લોકો પણ દર પૂનમે નાથદ્વારા જાવ છો અને ત્યાનો ઘી થી લોથપોથ પ્રસાદ ખાવ છો તે પણ સ્વાસ્થ્ય માટે સારું નથી ને? અને બહાર નીકળીને રબડી...

માં: બેટા એ તો ભગવાનનો પ્રસાદ કેહવાય અને તે પણ આપને કેટલો ખાય, થોડો મોહનથાળ,થોડી બદામચીકી હોય અને આપને કુટુંબના બધા થોડું થોડું તેમાંથી લે છે.

દીકરી: માં, અમે પણ ક્યાં એકલા પીઝાના બટકા ભરી છીએ? ગ્રુપમાં બધા થોડું થોડું લઇ છીએ.

માં: દીકરી, આ પીઝા, સેન્ડવીચના ભાવ પણ કેટલા વધારે છે, ૨૫૦/૩૦૦. તમારો જીવ કેમ ચાલે છે આટલું મોંઘુ જમવાનું?

દીકરી: માં, નાથદ્વારા કે અન્ય પ્રખ્યાત મંદીરમાં પ્રસાદના ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા હોય છે અને તેમાં કેટલો આવે છે તને ખ્યાલ જ છે ને? પીઝા પાર્લરવાળા તો ધંધો કરવા બેઠા છે, બીઝનેસ છે પણ ભગવાનને ત્યાં પણ વેપાર? આ પાર્લરમાં તો કોઈ વાર સ્કીમ હોય છે તો મોટા પીઝા સાથે ઘણી વાર કોલ્ડ્રીકસ તો કોઈ વાર અન્ય વસ્તુ ફ્રી હોય છે. અમુક પોઈન્ટ્સ એડ થઇ ગયા હોય તો રીડીમ પણ થાય છે જેના પર સેન્ડવીચ વગેરે ફ્રી મળે છે. ઉપરાંત ૧ પીઝા ખાવાથી પેટ પણ ભરાય જાય છે, પ્રસાદીમાં પેટ થોડું  ભરાય છે?


માં: બર્થ-ડે માં તમારે કેક અને ગીફ્ટ તો ઉભી ને ઉભી જ હોય ,બુકે અને ચોકલેટ્સ તો આપવાના જ. ખોટા ખર્ચા. ગીફ્ટ આપવાથી શું ફેર પડે

દીકરી: માં,દર્શન કર્યા બાદ પ્રસાદના પૈસા પણ આપો જ છો ને? શું ભગવાનનો પ્રસાદ વગર પૈસે ન મળે? મંદિરની બહારથી જ ભગવાનના વેપારી માર્કેટિંગ કરવા બહાર ઉભા હોય છે, ફૂલ-હાર, શ્રીફળ, સાકાર લઇ ને અને ભાવ તો મનફાવે તે લે  છે. કોઈ ગરીબ ભગવાનને માને છે, તેના દર્શન કરવા હજારો કિલો મીટર કાપીને આવે છે, આર્થિક મુશ્કેલી છે ત્યારે અહી આવવાનું માંડ પરવડે છે છતાં  તેને પ્રસાદ માટે ઓછામાં-ઓછા ૧૦૦ રૂપિયા આપવાથી જ પ્રસાદ મળે, આ તો કેવો  ભગવાન માં? અને વાસ્તવમાં ક્યાં ભગવાનના ચરણે મુકેલ પ્રસાદ આપવામાં આવે છે
માં: તમારા લોકોને માત્ર બર્થ-ડે થી સંતોષ જ નથી થતો એટલે જુદા-જુદા દિવસો જેમ કે, ફ્રેન્ડશીપ ડે, વેલેનટાઈન ડે, મેરેજ ડે  વગેરે અલગથી ઉજવવાના. ઉપરાંત ૨૫/૫૦ વર્ષની ઉજવણી કરો કે મોટી પાર્ટી હોય ત્યારે તો અનેક જમવાની આઈટમો પંજાબી, ચાયનીસ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડિયન વગેરે ડીશ રાખી જમવાની વસ્તુનો તેમજ પેટનો બગાડ કરો છો.
 
દીકરી: માં, બા કેટલી અગિયારસ કરતા? ભીમી અગિયારસ, નીમી અગિયારસ, પવિત્રા અગિયારસ. અગિયારસ એટલે અગિયારસ પછી આમાં પવિત્ર ને અપવિત્ર એ શા માટે? અને અપ્વાસમાં આપને ત્યાં જમવામાં શીરો, પૂરી, ચેવડો, વેફર્સ એમ તળેલી આઈટમ કેટલી  બધી બનાવે છે, અને તું જ બોલતી હોય છે આવું જમવાની મજા આવે હો.
 
માં: તમે લોકો ફ્રેન્ડસના બર્થ-ડે પર રાતે જ વિશ કરવા ફોન કરો કે મળવા જાવ. દિવસે આરામથી વિશ કરો તો શું ફેર પડવાનો? અને તું તો સવારે કોલેજમાં મળી હોય તો પણ રાતે ફરી મળવા જા અને પાર્ટી પાર્ટી કરતી હોય છે.
 

દીકરી: માં, તમે પણ મંગલા દર્શન માટે સવારે જાવ છો, કહો છો મંગલા એટલે બધા દર્શન થઇ ગયા છતાં શૃંગાર, રાજભોગ, સંધ્યા આરતીના દર્શન કરવા જાવ જ છો ને? ઘરના મંદિરમાં સવારે નાહ્યા વગર આવવા પણ ન દો અને મંદિરમાં  સવારે ૫ વાગે બ્રશ કર્યા વગર જાવ, આ તો કેવા રીત-રીવાજો? તમે જ કોઈક કેહતા હતાને સવારે નાહ્યા વગર જવાય મતલબ આગલા દિવસમાં જ ગણાય જાય તો ઘરમાં કેમ સવારે નાહ્યા વગર નથી આવવા દેતા? ઘરમાં મંગલા દર્શન  ન કરાય? 
માં: પાર્ટી હોય ત્યારે આગલે દિવસે જ માથું ધોયું હોય તો પણ તે દિવસે ફરીથી ધોવો, સાંજે પણ ફરીથી નાહવાનું અને વગેરે..કોઈ ચીપકુ કે  મણીબહેન ન કહે તે માટે કેટલા નખરા કરો છો.

દીકરી: માં, તેમ છતાં પણ ફરી ઘરમાં આવું ત્યારે તું મને મંદિરવાળા રૂમમાં નાહ્યા વગર ક્યાં જવા દે છે? ફરીથી નાહવું તો પડે જ છે ને. માત્ર કોલેજે ગઈ હોય,સીધી ઘરે આવી હોય તો પણ. ચીપકુ થઇ ને બહાર જવું અમને ન ગમે, ખરાબ લાગે, કોઈ મણીબહેન કહે એટલે કરવું પડે. 

માં: ૨-૨ મહીને જમવાના બહાને બહાર જાવ અને પાછુ ઘરે જલદી આવવાનું પણ નહિ, ત્યાં જમવાની લાઈન પણ કેટલી વધારે હોય છે. ૧ કલાકે તો વારો આવે અને પછી ઘરે આવવામાં પણ મોડું થાય એટલે વાહન સ્પીડમાં ચલાવવાનું.

દીકરી: માં, તમે જુદા જુદા મંદિરની મન્નત રાખો છે અને સાથે નાના-મોટા કેટલા સહેરની મુલાકાત લો છો ને? નાથદ્વારાથી ઉદયપુર જઈ આવો, સોમનાથથી દીવ અને શાશન, અને તુલસી શ્યામ પણ કોઈ વાર દર્શન કરો જ છો ને?

માં: બેટા, એટલે દુર ગયા હોય તો જતા આવી, એમાં શું ખોટું છે? એક જ રસ્તામાં છે ને તે બધું.

દીકરી: માં, અમે પણ જયારે રેસ્ટોરનટમાં જાય ત્યારે જ મોલમાં જાય અને મુવી  જોવા જાય, વારે વારે તો નથી જ જતા ને?

માં: બેટા જુવાન છોકરા-છોકરીની ચિંતા થાય, માણસો કેવા નીકળે ખબર ન પડે, તમને બે સારી વાતો કરે તો તમે ફોસ્લાય જાવ તેવા નાદાન હોવ છો. અને છોકરાવ તો તમારા જેવડી છોકરીને એકલા બહાર નીકળતા જોવે એટલે આગળ  પાછળ જ ફરતા હોય છે.

દીકરી: માં, તમે પણ મંદિરે જાવ ત્યાર અમને પણ ચિંતા થાય છે કે એ ધક્કામાં તમને કઈ થઇ ન જાય, અને તમે પણ કેહતા હો છો ને કે પર્સ અને ચેન વગેરેનું ખુબ ધ્યાન રાખવું પડે, કોણ ક્યારે છીનવી લે ખબર જ ન પડે. કેટલી વારે દર્શન  કરવાનો વારો આવે છતાં ધક્કા તો મફતમાં મળે જ. અને દર્શન થાય તેની કોઈ ખાતરી તો નહિ જ. અને માં, ૩-૪ વર્ષ પેહલા છાપામાં વાંચ્યું હતું ને કે હવેલીના મહારાજ જે સ્ત્રીનો ચેહરો પણ ન જોવાનું નાટક કરતા હતા તે શું શું કરતા  હતા. છતાં સૌ મંદિરે જાય જ છે ને! 

માં: તમે લોકો બહારગામ જાવ ત્યારે ટી.વી.ને મિસ કરતા હોય, મિત્રોને મિસ કરે રાખો., કેહતા હોય યાર આજે તો પેલી નો બર્થ-ડે છે પણ હું ત્યાં નહિ હોવ એટલે બીજી ફ્રેન્ડ ને જ તેની ગીફ્ટ આપી આવી છું.

દીકરી: માં, આપને સૌ ફરવા જાય ત્યારે આપ પણ ઠાકોરજીને મામીને ત્યાં રાખો છો ને જે તમારી બદલે સેવા કરે, ધ્યાન રાખે.  અને તમે રાતે પણ તેમને પોઠાડયા હશે કે નહિ તેની ચિંતા કરો છો ને? મામી બધું ધ્યાન રાખવાના જ છે તો પણ તું ચિંતા કરે છે ને?

માં: બેટા એ તો  ભગવાન છે, તેમાં હું માનું છું. અને વર્ષોથી મારા સાસુ પણ આ જ રીતે કરતા.

દીકરી: મને પણ આ બધું ફાસ્ટફૂડ ને બધું ભાવે છે અને મારી પોકેટમની માંથી જ આ ખર્ચા કરું છું ને? હું માનું છું કે અમુક દિવસે બિન્દાસ રેહવાય, જે કરવું હોય તે કરાય. રોજ તો આપને આપના રૂટીનમાં જ હોય છે તો ચેન્જ માટે કઈ કરવું જોઈએ.

માં: બેટા,અરે રેસ્ટોરનટમાં ભીડ થવા લાગે એટલે જે જમતા હોય તેને જમતા હોય ત્યાં જ પૂછી લે, 'ઔર કુછ સર/મેડમ' અને બીલ આપી જાય. નિરાતે જમવા પણ ન દે, પૈસા આપતા પણ ઉભા કરે. અને ઘરેથી નાના બાળક માટે ખીચડી કે અન્ય કઈ   ખાવાનું લઇ જાય તો ખરાબ લાગે તેમ કહી દે એટલે બાળકને ઘરેથી જમાડીને જ નીકળવું પડે.

દીકરી: માં, તને ખ્યાલ છે ને ૨ વર્ષ પેહલા તું મને પરાણે દર્શન કરવા લઇ ગઈ હતી, મારી ઉંચાઈ ઓછી એટલે મારે ભીડમાં દર્શન ન થયા  અને હું તારા કેહવાથી પાછળની લાઈનમાં ફરી દર્શન કરવા ઉભી રહી ત્યારે મંદિરના કેહવાતા પુજારીએ શું કર્યું હતું? હાથમાં  સફેદ કપડું હતું, એક હાથ વડે બીજા હાથ પર કપડું જાટકતા હોય તે રીતે હાલો હાલો કરતા અને દર્શન પણ ન કરવા દીધા. અને માં યાદ છે ને બાજુવાળા આન્ટીનો બાબો ૪ વર્ષનો હતો, મંદિરમાં પ્રસાદ લીધા બાદ તેને ત્યાં જ  ખાવો હતો, ખુબ રડતો હતો છતાં કોઈએ પ્રસાદ ન આપ્યો કારણ મંદિરમાં પ્રસાદ ન ખવાય. ફૂડ પાર્લરમાં તો બહારની વસ્તુ લઇ આવવાની ના પડે પણ અહી તો અહીની વસ્તુ/પ્રસાદ લેવાની જ ના? અરે, મોટી ઉમરની વ્યક્તિ સમજે પણ બાળક તો ના સમજ છે તેને પણ.. બિચારો કેટલું રડ્યો હતો.

માં: બેટા તમે બીલ ચૂકવ્યા બાદ વેઈટરને ટીપ્સ પણ આપો છો. બીલમાં તો નફો લઇ લેતા હોય છતાં તમે સ્ટેટસ માટે કે દયા ખાઈને ૧૫/૫૦ રૂપિયા આરામથી મૂકી દો છો.

દીકરી: માં-મને જરા સમજાવીશ કે મંદિરમાં લેવામાં કે દેવામાં આવતી સેવકી શું છે? It's a service charge? Tax?

No comments:

Post a Comment